- ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રેવન્યુ તલાટીની ૧૫૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેની પરીક્ષા રવિવારે રાજ્યભરમાં લેવામાં આવી હતી. ત્યારે રેવન્યુ તલાટીની આ પરીક્ષામાં પાસ કરાવી દેવાનાં બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપીયા ઉઘરાવતા ગાંધીનગર શહેરનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કર્યા છે. ગાંધીનગર શહેરનાં સેક્ટર પસી પ્લોન નં ૯૧૫/૨ ખાતે સ્માર્ટ એકેડમી અને પર્શનાલીટી ડેપલપમેન્ટ નામની સંસ્થા ચલાવતા શખ્સ ડૉ. કલ્યાણસિંહ ચંપાવત તથા તેના મીડીએટર નિસલ ઉમેશભાઇ શાહ(રહે વિરામ ફ્લેટ આબાંવાડી, અમદાવાદ) દ્વારા તલાટીની પરીક્ષામાં પાસ કરાવી દઇને નોકરીએ લગાડી દેવાનાં બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપીયા ઉઘરાવવામાં આવતા હોવાની બાતમી ગાંધીનગર એસઓજી પીઆઇ જે ડી બ્રહ્નભટ્ટ તથા એલસીબીનાં પીએસઆઇ એચ કે સોલંકીને મળી હતી. તેઓએ પ્રાથમિક તબબકે આ માહિતીની ખાનગી વેશમાં માણસો મોકલીને ખરાઇ કરાવતા માહિતી સાચી હોવાનું સામે આવ્યુ હતું. જેના પગલે એસઓજી પીઆઇ જેડી બ્રહ્નભટ્ટ એલસીબી પીએસઆઇ એસ કે સોલંકી, આર એન વાઘેલા, એમ સી ગોહીલ તથા અન્ય જવાનો વિપુલભાઇ, સંદપિસિંહ, વિરભદ્રસિંહ સહિતે મધરાતે શનિવારની રાત્રે દરોડો પાડીને ડા¸ કલ્યાણસિંહચંપાવત તથા નશિેલ ઉમેશભાઇ શાહની રૂ. ૧,૪૩,૯૦,૨૯૦ની બેનામી રોકડ રકમ સાથે દબોચી લીધા હતા. જેમાં પોલીસ દ્વારા આ શખ્સોનાં રૂ. ૨૮ હજારની કિંમતનાં પ નંગ મોબાઇલ તેમજ ૮૮ જેટલા ઉમેદવારોનાં કોલ લેટરની ઓનલાઇન પ્રીન્ટસ પણ જપ્ત કરવામાં આવી છે. ઉમેદવારો પાસેથી ઉધરાણીનાં પ્રકરણમાં આ બંને શખ્સોની ધરપકડ બાદ પોલીસે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ડીવાયએસપી જે એ જાડેજાએ જણાવ્યુ હતું કે પોલીસ દ્વારા દરોડા દરમિયાન કલ્યાણસિંહપાસેથી પૈસા ગણવાનું મશીન પણ જપ્ત કરવામાં આવ્યુ છે. કલ્યાણસિંહદ્વારા આ રેકેટ કેટલા સમયથી ચલાવાતુ હતુ ? કેટલા ઉમેદવારો પાસેથી પૈસા લેવાયા છે? અગાઉની પરીક્ષાઓમાં આ રીતે પૈસા ઉઘરાવાયા છે કે કેમ તે અંગેની પુછરપછ રીમાન્ડ પર લઇને કરવામાં આવશે. ગાંધીનગર શહેર તથા આસપાસનાં શહેરોમાં કલ્યાણસિંહદ્વારા સ્માર્ટ એકેડમી નામે કલાસીસ ચલાવવામાં આવે છે. જેની સાથો સાથે કલ્યાણસિંહભાજપનાં કાર્યક્રમોમાં પણ પહોચી જતો હતો. લોકોનાં જણાવ્યાનુંસાર અજાણ્યા લોકોને તે મુખ્યમંત્રીનો સલાહકાર હોવાની ગોળીઓ પણ પાતો હતો. જેના પગલે ગાંધીનગર તથા આસપાસનાં વિસ્તારનાં લોકો તેને સારી રીતે ઓળખે છે. કલ્યાણસિંહની સ્માર્ટ એકેડેમીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, મેં કોમ્પિટેટીવ એકઝામની તૈયારી માટે સ્માર્ટ એકેડેમી જોઇન કરી હતી. જેમાં શરૂઆતમાં તો વર્ગમાં નિયમિત અભ્યાસ કરાવાતો હતો પરંતુ ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓને નબળા ગણીને તેમની બેચ અલગ કરી હતી મને પણ આ બેચમાં મૂક્યો હતો. કલ્યાણસિંહે એક દિવસ મારી પાસે આવીને કહ્યું હતું કે, તું ઘણો નબળો છે. પાસ થવા મહેનત કરવી પડશે અને જો મહેનત કરવી ન હોય તો ૧૦થી ૧૨ લાખ રૂપિયાની વ્યવસ્થા કર, હું તને નોકરી અપાવી દઇશ. જોકે, મારા પિતા આટલા રૂપિયાની વ્યવસ્થા કરી શકે તેમ નહીં હોવાથી મેં તેમને પૈસા આપવાની ના પાડી હતી. કલ્યાણસિંહ ચંપાવતે ખાસ કરીને ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું હતું. કોચÃગ સેન્ટરની આડમાં તે લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતો હતો. ગામડાના વિદ્યાર્થીઓને તે ખાસ ટાર્ગેટ બનાવતો હતો. યુવાનોને શોધી લાવવા માટે તેણે દલાલોનું નેટવર્ક પણ ઉભું કર્યું હતું. તે દલાલોને પણ તગડી રકમ ચૂકવતો હતો. પોલીસે હવે તેના દલાલો સુધી પહોંચવા પણ કવાયત શરૂ કરી છે. કલ્યાણસિંહ ચંપાવત પોતાને મુખ્યમંત્રીનો સલાહકાર ગણાવતો હતો. તે એમ કહેતો હતો કે મુખ્યમંત્રી સલાહ લેવા માટે મને અવારનવાર બોલાવે છે, સરકારમાં મારો વટ છે. હું કહીશ એટલે નોકરી તો ચપટીમાં મળી જશે. વટ પાડવા તે વૈભવી કારમાં ફરતો હતો. પોલીસે બાતમીનાં આધારે કલ્યાણસિંહને ત્યાં સાદા વેશમાં દરોડો પાડ્યો હતો. જ્યારે પોલીસ રૂમમાં અંદર જપ્ત કરેલા પૈસા ગણી રહી હતી ત્યારે એક યુવાન બેગમાં પૈસા સાથે કલ્યાણસિંહને ત્યાં આવી પહોચ્યો હતો. જો કે સાદા વેશમાં ઊભેલી પોલીસને તે ઓળખી ન શકતા પોલીસે તેને પૂછપરછ કરી હતી. આ ઉમેદવારે બેગમાં રૂ. ૧૦ લાખ ભરીને કલ્યાણસિંહને પરીક્ષામાં પાસ થવા આપવા આવ્યો હોવાનું કહ્યું હતું.
Monday, 17 February 2014
BEWARE OF THIS TYPE OF FAKE COACHING CLASSES
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment